Skip to main content
Settings Settings for Dark

PM મોદીએ રશિયામાં મલેશિયા-જાપાનના વડાપ્રધાન સાથે કરી મુલાકાત

Live TV

X
  • ઈર્સ્ટન ઈકોનોમી ફોરમમાં કરશે સંબોધન, પ્રધાનમંત્રીએ ઝાકીર નાઇકનો મુદ્દો પણ ઉઠાવ્યો,કાશ્મીર મામલે ભારતને મળ્યો રશિયાનો સાથ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના બે દિવસના રશિયાના  પ્રવાસે છે. બુધવારે વડાપ્રધાન મોદીએ પુતિન સાથે મુલાકાત કરી હતી અને આજે પણ તેઓ અહીં વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે. પીએમ મોદીએ આજે સવારે જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે અને મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદ સાથે મુલાકાત કરી હતી. આજે પીએમ ઈર્સ્ટન ઈકોનોમિક ફોરમને પણ સંબોધશે. આ સિવાય તેઓ બિઝનેસ પવેલિયનની પણ મુલાકાત કરવાના છે.અહીં તેમણે મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદ સાથે દ્વીપક્ષીય વાતચીત કરી હતી. આ દરમિયાન મોદીએ ઝાકીર નાઈકનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. બંને દેશો વચ્ચે હાલ એ સમજૂતી કરવામાં આવી છે કે, અધિકારીઓ આ મામલે સતત સંપર્કમાં રહેશે. નોંધનીય છે કે, ઝાકીર નાઈકને ભારત પરત લાવવા માટે ઘણાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

    વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાન શિંજો આબે વચ્ચે થયેલી મુલાકાતની માહિતી આપતા વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું કે, પીએમ મોદી અને શિંજો આબે વચ્ચે ઘણાં મુદ્દે વાત થઈ હતી. જાપાનના પીએમ ટૂંક સમયમાં જ ભારતની મુલાકાતે આવવાના છે. તેમની ભારત યાત્રા વિશે પણ આ મુલાકાતમાં વાત થઈ હતી. બંને નેતા સહતમ થયા છે કે, બંને દેશો વચ્ચે 2+2 મંત્રી લેવલની મીટિંગ થશે. જેમાં વિદેશ મંત્રી અને રક્ષા મંત્રી પણ સામેલ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply