Skip to main content
Settings Settings for Dark

શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરાનાર શિક્ષકોનું સન્માન

Live TV

X
  • વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શિક્ષકોને કર્યો પ્રોત્સાહિત

    આજે 5મી સપ્ટેમ્બરનો દિવસ શિક્ષકદિન તરીકે ઉજવાય છે. આ દિવસ પૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાક્રિષ્નનની યાદમાં શિક્ષક દિવસ તરીકે ઉજવામાં આવે છે. શિક્ષણક્ષેત્રમાં ડો.સર્વપલ્લી રાધાક્રિષ્નનનું અદભૂત યોગદાન રહ્યું હતુ. શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં અનેક કાર્યક્રમો યોજાયા છે. વિજ્ઞાનભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 2018માં  ઉત્કૃષ્ઠ કામગીરી માટે શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. જેમાં ગુજરાતના બનાસકાંઠાના મમતા મંદિર શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવનારા કંચનબેન પંડ્યાને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. કંચનબેને દિવ્યાંગ વિદ્યાર્થીઓને નવજીવન બક્ષ્યું છે. તેમજ તેઓ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરની રમત-ગમત હરિફાઈમાં, ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરતા રહે છે. આ ઉપરાંત દમણના ભીમપુરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં વિરેન્દ્રભાઈ સાંતુભાઈ પટેલને પણ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરાયા હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply