Skip to main content
Settings Settings for Dark

કાશ્મીર મુદ્દે સંયુક્તરાષ્ટ્ર માનવ અધિકાર પંચે પણ પાકિસ્તાનને મારી લપડાક

Live TV

X
  • વિશ્વના કોઇપણ દેશે ભારત વિરૂધ્ધના પાકિસ્તાનના પ્રસ્તાવને ન આપ્યુ સમર્થન

    આંતરરાષ્ટ્રિય મંચ પર પાકિસ્તાન એક વાર ફરી બેઇજ્જત થયું છે. સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદમાં કાશ્મીર માટે પ્રસ્તાવ રજૂ કરવાનો ગઇકાલે અંતિમ દિવસ હતો, પરંતુ પાકિસ્તાન જરૂરી સમર્થન મેળવવામાં અસફળ રહ્યું છે. જેમાં મોટાભાગનાં સભ્યોએ કાશ્મીર પર પ્રસ્તાવ રાખવા માટે પાકિસ્તાનનું સમર્થન કરવાની ના કહી દીધી. પ્રસ્તાવ રજૂ કરવા માટે ઓછામાં ઓછા 16 દેશોનાં સમર્થનની જરૂર હતી, પરંતુ પાકિસ્તાન તેવું કરી શક્યું નહીં. દુનિયાનાં અલગ અલગ દેશો સામે કાશ્મીરને લઇને કાગારોળ કરનારું પાકિસ્તાન સમર્થન મેળવી શક્યું નહીં. જિનીવામામાં 42મું સત્ર ચાલી રહ્યું છે. જેમાં પાકિસ્તાન લઘુત્તમ સમર્થન મેળવવામાં પણ નિષ્ફળ રહ્યું છે. યુએનએચઆરસીમાં ભારતની સ્થાઇ મિશનની પ્રથમ સચિવ કુમમમીની દેવીએ પાકિસ્તાનના માનવઅધિકાર ઉલ્લઘનના તેના રેકોર્ડને લઇ તેને આડેહાથે લીધુ હતુ. કાશ્મીરના તમામ મુદ્દા ભારતનો અંગત પ્રશ્ન છે. તેમણે પાકિસ્તાનના તાબા હેઠળ આવતા કાશ્મીરમાં થતા માનવ અધિકાર ઉલ્લધનની આકરા શબ્દોમાં નિંદા કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply