નાસિક: PMએ મહાજનાદેશ યાત્રાનું સમાપન કર્યું
Live TV
-
CM દેવેન્દ્ર ફડણવીસે પોતાના પાંચ વર્ષના કાર્યકાળનો હિસાબ આપ્યો
ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રમાં આ વર્ષના અંતમાં સંભવિત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નાસિકમાં ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલી મહાજનાદેશ યાત્રાનું સમાપન કર્યુ હતુ. લગભગ મહિના ભર ચાલેલી આ યાત્રામાં મુખ્યમંત્રીએ પોતાના પાંચ વર્ષના કાર્યકાળનો હિસાબ આપ્યો હતો. મહાજનાદેશ યાત્રાએ રાજ્યમાં અત્યાર સુધી 4000 કિલોમીટરની સફર કરી છે. આ યાત્રામાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઘણી રેલીઓ, સ્વાગત સભા અને સંવાદદાતા સંમેલનમાં ભાગ લીધો હતો. યાત્રાની શરુઆત વિદર્ભના અમરાવતી જિલ્લાના મોજરી ગામમાં થઈ હતી. જે અંતર્ગત પ્રધાનમંત્રીએ એક જનસભાને પણ સંબોધન કર્યુ હતુ. જેમાં દોઢ લાખથી વધુ લોકોની જનમેદીની ઉમટી હતી. આ રેલી પહેલા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રથયાત્રા દ્વારા નાસિકના લોકો સાથે સંવાદ કર્યો હતો. રેલી સમાપન સભાને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફડવીસ સરકારના વખાણ કરતા જણાવ્યુ કે તેમના હેઠળ મહારાષ્ટ્રમાં સારો વિકાસ થયો છે.
