Skip to main content
Settings Settings for Dark

કુલ્લુ, મનાલી, શિમલામાં ભારે બરફવર્ષા, હજુ ઠંડી પડવાની ચેતવણી

Live TV

X
  • હિમાચલ પ્રદેશના કુલ્લુ અને શિમલામાં હવામાન વિભાગની ચેતવણી પછી જિલ્લા પ્રશાસનોએ બધા વિભાગોને એલર્ટ કરી દીધા છે. ચારથી છ જાન્યુઆરી દરમિયાન હવામાન વિભાગે બરફ વર્ષા થવાની આશંકા વ્યક્ત કરી છે.

    વહીવટીતંત્રએ લોકોને ખરાબ મોસમમાં બરફ વર્ષા દરમિયાન ઉંચા ક્ષેત્રમાં ન જવાની અપીલ પણ કરી છે. રોહતાંગ સહિત કુલ્લુ જિલ્લાની ચોટી પર દિવસભર બરફ વર્ષા થઈ હતી. જ્યારે નીચેના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે તાપમાનમાં ગિરાવટ જોવા મળી છે. તો છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ઠંડી પડી રહી છે ત્યારે હવે થોડા રાહતના સમાચાર છે. ઠંડીમાં ત્રણ-ચાર દિવસ ઘટાડો નોંધાશે.

    પરંતુ 6 તારીખ પછી ફરીથી ઠંડીમાં વધારો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધશે આ અંગે વધુ માહિતી આપતા હવામાન વિભાગના ડાયરેકટર જયંતા સરકારે જણાવ્યું હતું કે હાલ કોઇ કોલ્ડવેવની આગાહી નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply