PM દ્વારા મણિપુરમાં વિવિધ વિકાસ પરિયોજનાઓના લોકાર્પણ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પૂર્વોત્તર ભારતના પ્રવાસે જશે. તેઓ મણિપુરની રાજધાનીમાં ઘણી વિકાસ યોજનાનું ખાતમૂહુર્ત કરશે અને લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી દોલતારી બેરાજ પ્રોજેક્ટ SCI ખાદ્ય ભંડારની સાથે ઇન્ટીગ્રેટેડ ચેકપોસ્ટ મોરે જે મ્યાનમાર સરહદ ઉપર બન્યો છે. તેનું પણ લોકાર્પણ કરશે. ભવિષ્યમાં ભારતથી થાઇલેન્ડ સુધી બનનાર એશિયન સડક AH 1 દ્વારા વ્યાપાર, માલ અને પ્રવાસનું આવાગમન સુગમ બનશે. ઇન્ટીગ્રેટેડ ચેક પોસ્ટનું આજે પ્રધાનમંત્રી ઉદઘાટન કરશે. જેના પગલે ભારતથી એશિયન દેશોનો માર્ગ ખુલી જશે. અહીથી પેસેન્જર ટર્મિન્સની સાથે કાર્ગો હેન્ડલિંગ કેપેસીટી અને કાર્ગો ટર્મિનસ ની ક્ષમતા વધી જશે. તેની દરરોજની 100 ટ્રક જેટલી હેન્ડલિંગ કેપેસીટી છે. અહીં ગોડાઉન અને કોલ્ડસ્ટોરેજ પણ તૈયાર કરાયા છે. જેનાથી ભારત - મ્યાનમારનો લોજીસ્ટિક્સ વિકાસ થશે. અહીંયા વર્ષભર એક લાખની ક્ષમતાવાળુ પેસેન્જર્સ ટર્મિનસ બનાવ્યું છે. જેનાથી ભારત - મ્યાનમાર મુસાફરોનું આવાગમને હેન્ડલ થઈ શકશે.
