PM મોદીનું ગુરુદાસપુરમાં વિશાળ જનસભાને સંબોધન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પંજાબના પ્રવાસે જશે. જ્યાં જલંધરમાં લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના 106માં સત્રનું ઉદ્ઘાટન કરશે.
ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના 106માં સંસ્કરણનો વિષય છે, ભવિષ્યનું ભારત-વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી આ વખતે વિજ્ઞાન કોંગ્રેસનું ખાસ આકર્ષણ ટાઇમ કેપ્સુલ છે. આ કેપ્સુલમાં આ વખતે ઉપયોગમાં લેવાનાર 60 ઉપકરણ રાખવામાં આવ્યા છે.
જેમને નવ ફૂટ ઉંડા જમીનમાં રાખવામાં આવશે. જેથી 100-200 વર્ષ પછી પણ કાઢીને જોઈ શકાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણા નોબેલ પુરુસ્કાર વિજેતા, વિજ્ઞાનના નીતિ નિર્માતાઓ, પ્રશાસકો, વિખ્યાત વૈજ્ઞાનિકો, દુનિયાભરમાંથી આવેલ શોધકર્તા અને સ્કૂલના બાળકોને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુદાસપુરમાં એક રેલીને પણ સંબોધિત કરી રહ્યા છે.
