કૃષિ અને મનરેગા સાથે રોજગારી નિર્માણ માટે કો ઓર્ડિનેટેડ પોલિસી એપ્રોચ માટે એક સમિતીની રચના
Live TV
-
સમિતીમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 7 રાજ્યોના મુખ્યમંત્રીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો
નીતિ આયોગની બેઠકમાં કૃષિ અને મનરેગા સાથે રોજગારી નિર્માણ માટે કો ઓર્ડિનેટેડ પોલિસી એપ્રોચ માટે એક સમિતીની રચના કરવામાં આવી છે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 7 રાજ્યોના મુખ્યમંત્રીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે સમિતિમાં બિહાર, મધ્યપ્રદેશ, સિક્કીમ, ઉત્તર પ્રદેશ, વેસ્ટ બેંગાલ, ગુજરાત અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ની અધ્યક્ષતા માં મળેલી નીતિ આયોગ ની 4થી ગવર્નિંગ કાઉન્સિલ બેઠક માં કૃષિ અને મનરેગા જેવા કૃષિ તેમજ ગ્રામીણ રોજગાર નિર્માણ ના બે મહત્વપૂર્ણ વિષયો માં કો ઓર્ડિનેટેડ પોલિસી એપ્રોચ થી ભલામણો માટે ગુજરાત ના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી સહિત 7 રાજ્યો ના મુખ્યમંત્રીઓ ની સમિતિ ની રચના કરવા માં આવી છે.નોંધનીય છેકે તાજેતરમાં જ ગુજરાતે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન માં મનરેગાના ઉત્તમ ઉપયોગ કર્યો હતો. તેને પરિણામે રાજ્યમાં 32 નદીઓ અને 13000 થી વધુ તળાવો ઊંડા થયા છે અને 5000કી.મી થી વધુ નહેરોની સફાઈ સાથે 12 હજાર લાખ ઘનફૂટ થી વધુ વરસાદી પાણી નો સંગ્રહ થઈ શકે તેવી ક્ષમતા વધી છે. ગ્રામીણ રોજગારીને અવસર પૂરો પાડવા બદલ ગુજરાત ના આ મહત્વપૂર્ણ અભિયાન ની રાષ્ટ્રીય સ્તરે સરાહના થઇ છે.
