રાષ્ટ્રપતિએ એથેન્સમાં બીજા વિશ્વ યુદ્ધમાં શહિદ થયેલા 74 ભારતીયો સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગ્રીસના રાષ્ટ્રપતિ પ્રોકોપિસ પાવલોપુલુસ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક કરી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દેશોની યાત્રાના પ્રથમ ચરણમાં ગ્રીસમાં છે. સોમવારે રાષ્ટ્રપતિને એથેન્સમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગ્રીસના રાષ્ટ્રપતિ પ્રોકોપિસ પાવલોપુલુસ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક કરી હતી. આર્થિક અને વેપાર સહયોગ વધારવા ઘણા મુદ્દા પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગ્રીસના પ્રધાનમંત્રી એલેક્સિસ ત્સિપ્રસ સાથે પણ મુલાકાત કરી હતી. આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિએ એથેન્સમાં બીજા વિશ્વ યુદ્ધમાં શહિદ થયેલા 74 ભારતીયો સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
