જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ કરાયું
Live TV
-
જમ્મુ કાશ્મીરમાં ,રાજ્યપાલ શાસન માટે રાષ્ટ્રપતિ દ્વારા 6 માસની મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં 28 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે. જેથી 238 અર્ધલશ્કરી દળ તૈનાત રહેશે. આ ઉપરાંત આતંકવાદ સામેની કાર્યવાહી સહિતના મહત્વના મુદાને રાજ્યપાલ જોશે. દરમિયાન દિલ્હીમાં ગૃહમંત્રી રાજનાથસિંહના ઘરે કાશ્મીર મુદ્દે એક મહત્વની બેઠક થઈ હતી. જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોઇન્ટ સેક્રેટરી કાશ્મીર સ્પેશ્યલ સેક્રેટરી ઇન્ટરનલ સિક્યુરીટી અને ગૃહ સચિવ સહિતના અધિકારીઓએ ભાગ લીધો હતો. બેઠકમાં રાજ્યની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.
