Skip to main content
Settings Settings for Dark

ખેડૂતોના પરિશ્રમથી છેલ્લા 48 મહિનામાં કૃષિ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ : પીએમ મોદી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 600 જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને દેશના વિવિધ ગામોના બે લાખ કોમન સર્વિસ સેન્ટર ખાતેથી જોડાયેલા ખેડૂતો સાથે નમો એપ દ્વારા વાતચીત કરી ખેડૂતોના અનુભવો સાંભળ્યા અને તેમને કેટલુક માર્ગદર્શન પણ આપ્યું હતું. તેમણે ખેડૂતોના કાચા માલનો ખર્ચ ઘટાડવો ઉપજની યોગ્ય કિંમત મળે ઉપજની બરબાદી ઘટે અને ખેતી ઉપરાંત આવક માટે વૈકલ્પિક સ્ત્રોત તૈયાર કરવા સરકારે બજેટમાં કરેલી જોગવાઈ દોહરાવી હતી.

    પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે ખેડૂત ભાઈઓએ છેલ્લાં 70 વર્ષના રેકોર્ડ તોડ્યા છે. છેલ્લાં 48 મહિનામાં કૃષિ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ થઇ છે. ખાદ્યાન્ન ઉત્પાદન 280 મિલિયન ટન થયું છે. કઠોળના ઉત્તાદનમાં પણ 10.5 % નો વધારો થયો છે. 'બ્લૂ રિવોલ્યુશન' હેઠળ મત્સ્ય ઉછેરમાં 26 ટકાનો વધારો થયો છે, જ્યારે પશુપાલન અને દૂધ ઉત્પાદનમાં 24%નો વધારો થયો છે."

    સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે ખેડૂતોને ખેતીની સંપૂર્ણ પ્રક્રિયામાં દરેક પ્રકારની મદદ મળે. એટલે કે પાકના તૈયાર થવાની બજારમાં તેના વેચાણ સુધી, બીજથી લઇને બજાર સુધી સરકાર કેવી રીતે મદદરૂપ થઇ શકે તે અંગે નિર્ણય થઇ રહ્યા છે, યોજનાઓ બનાવવામાં આવી રહી છે. તો ખેડૂતોને સારી ક્વોલિટીના બિયારણ મળે, તે માટેની રકમ માટે તેઓ મૂંઝાય નહીં એ માટે ખેડૂત લોનની રકમ વધારવામાં આવી છે. યુરિયા અને અન્ય ખાતર આજે સરળતાથી મળી રહ્યું છે, કાળા બજારી નથી થઇ રહીં. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના હેઠળ 100 યોજનાઓ પૂરી થઈ છે. દરેક ખેતરને પાણી મળે એ લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply