કૃષિ કાયદાથી "એક દેશ, એક બજાર" ઉભું થશેઃ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર
Live TV
-
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ, કૃષિ સુધારાના ત્રણ બિલથી ખેતીનું ભાગ્ય બદલાશે. આ, "એક દેશ, એક બજાર" તૈયાર કરવાની છે રણનીતિ. વિપક્ષ દ્વારા ,કૃષિ સુધારા અંગે ફેલાવાઈ રહ્યો છે ભ્રમ.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે, કૃષિ સુધારા અંગેના ત્રણ વિધેયકોથી ખેતીનું ભવિષ્ય બદલાઇ જશે. કૃષિ ક્ષેત્રમાં નવી ટેક્નોલોજી અને નવું રોકાણ આવવાથી ઉત્પાદક્તા વધશે. ગોવા પ્રવાસે ગયેલા પ્રકાશ જાવડેકરે ન્યૂ ઇન્ડિયા સામયિકને લોન્ચ કર્યું હતું.
આ પ્રસંગે તેમણે પત્રકાર પરિષદ ને સંબોધતાં જણાવ્યું હતું કે ,કૃષિ સુધારા કાયદાની મદદથી ભારત એક દેશ એક બજાર બનશે. કોંગ્રેસ સહિતના પક્ષો પર કૃષિ સુધારા અંગે ભ્રમ ફેલવવાનો આરોપ મુકતાં તેમણે જણાવ્યું હતું કે, M.S.P. પહેલાની તુલનામાં વધી છે અને સરકારી ખરીદી પણ જારી છે.