કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કર્યું પ્લાઝમા ડૉનેટ, લોકોને પણ કરી અપીલ
Live TV
-
દેશમાં કોરોના સંકટ વચ્ચે સાજા થઈ રહેલા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એવામાં ગંભીર દર્દીઓની સારવાર માટે પ્લાઝમા થેરાપી કારગર સાબિત થઈ રહી છે. જો કે કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓ પ્લાઝમા ડૉનર બને તેવી સંખ્યામાં હજુ પણ ઘટાડો છે.
જો પ્લાઝમા ડૉનરની સંખ્યા વધે તો આ કોરોનાની સામે મોટી સંખ્યામાં જીત મેળવી શકાય છે. એવામાં મોદી સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પ્લાઝમા ડૉનર બન્યા છે અને સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
કેન્દ્રીય મંત્રીએ લોકોને પણ પ્લાઝમા ડૉનેશન માટે પ્રેરિત કર્યાં છે. કેન્દ્રીય મંત્રીએ શનિવારે પોતાના ગૃહ રાજ્ય ઓડિશાના કટકમાં એસસીબી મેડિકલ કૉલેજ એન્ડ હૉસ્પિટલ પહોંચીને પ્લાઝમા ડૉનેટ કર્યું હતું.