Skip to main content
Settings Settings for Dark

કૃષિ મંત્રાલયે છ રાજ્યોમાં પ્રાયોગિક પરિયોજના માટે માઈક્રોસોફ્ટ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા 

Live TV

X
  • કેન્દ્રીય કૃષિ મંત્રાલયે છ રાજ્યોનાં 100 ગામોમાં પ્રાયોગિક પરિયોજના માટે માઈક્રોસોફ્ટ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે. આ પરિયોજનાનાં માધ્યમથી પસંદ કરેલા ગામોમાં ખેડૂતોની સુખાકારી માટે વિવિધ કામો કરવામાં આવશે, જેનાથી તેમની આવકમાં વધારો થશે. આનાથી ખેડુતોનો ખર્ચ ઓછો થશે અને ખેતી સરળ થશે. આ રાજ્યો ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન અને આંધ્ર પ્રદેશ છે. માઇક્રોસોફ્ટ પાક લણણી પછીના મેનેજમેન્ટ અને વિતરણ સહિત અદ્યતન અને સુવ્યવસ્થિત ખેતી માટે ખેડૂત ઇન્ટરફેસ બનાવશે. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિજિટલ કૃષિ પ્રત્યેની દ્રષ્ટિ હવે આકાર લઈ રહી છે.

    તેમણે કહ્યું કે 2014 માં વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી મોદીએ ખેડુતોની આવક વધારવા માટે કૃષિ ક્ષેત્રે આધુનિક તકનીકીઓનાં ઉપયોગ પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે કૃષિ અર્થવ્યવસ્થા એ દેશનો મજબૂત આધાર છે અને કૃષિમાં કોઈ પણ નુકસાન દેશનું નુકસાન છે. તોમારે કહ્યું કે કૃષિ ક્ષેત્રે કોરોના મહામારી જેવી પરિસ્થિતિઓમાં પણ દેશનાં અર્થતંત્રમાં સકારાત્મક યોગદાન આપ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply