કેન્દ્રની એક્ટ ઇસ્ટ નીતિને આગળ ધપાવતા ઇન્ડોનેશિયા અને સિંગાપોરના પ્રવાસે જશે PM
Live TV
-
ઇન્ડોનેશિયાના નેશનલ મ્યૂઝિયમમાં પતંગ મહોત્સવનું ઉદઘાટન કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી , કેન્દ્રની એક્ટ ઇસ્ટ નીતિને આગળ ધપાવતા , 29મી મે થી બીજી જૂન સુધી , ઇન્ડોનેશિયા અને સિંગાપોરના પાંચ દિવસીય પ્રવાસે રવાના થશે. આ પ્રવાસના પહેલા તબક્કામાં તેઓ ઇન્ડોનેશિયા , અને બીજા તબક્કામાં સિંગાપોર જશે. તેઓ ઇન્ડોનેશિયાના નેશનલ મ્યૂઝિયમમાં , પતંગ મહોત્સવનું ઉદઘાટન કરશે. જેમાં ખાસ કરીને રામાયણ અને મહાભારતને રજૂ કરાશે. પ્રધાનમંત્રી મોદી , ઇન્ડોનેશિયાના રાષ્ટ્ર પ્રમુખ , જોકો વિડોડોને મળશે. બંને દિગ્ગજો વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે. બીજા તબક્કામાં સિંગાપોરના પ્રવાસ દરમિયાન , તેઓ ત્યાંના ટોચના 20 સીઈઓ સાથે , ભારતમાં રોકાણ કરવા સહિતના મુદ્દે ચર્ચા કરશે. આ ઉપરાંત તેઓ સાંગરી લા ડાયલોગમાં પણ , મુખ્ય વક્તા તરીકે પોતાની વાત રજૂ કરશે.
