Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના કાર્યકાળ પર આધારિત પુસ્તકનું કર્યું વિમોચન

Live TV

X
  • ચેન્નાઈ ખાતે આયોજિત વિશેષ સમારંભમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઉપરાષ્ટ્રપતિપદ પરના વેંકૈયા નાયડુના કાર્યકાળ પર આધારિત પુસ્તકનું વિમોચન કર્યું હતું

    ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પદ પર આજે બે વર્ષ પૂરાં કર્યા છે. આ પ્રસંગે ચેન્નાઈ ખાતે આયોજિત વિશેષ સમારંભમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઉપરાષ્ટ્રપતિપદ પરના વેંકૈયા નાયડુના કાર્યકાળ પર આધારિત પુસ્તકનું વિમોચન કર્યું હતું. લિસનિંગ, લર્નિંગ એન્ડ લિડિંગ શીર્ષક ધરાવતા પુસ્તકનું વિમોચન કરતાં કેન્દ્રિય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, પુસ્તકનું શીર્ષક જ વેંકૈયા નાયડુના જીવનની વાત કરી જાય છે. કલમ 370ની નાબૂદી માટેના આંદોલન સાથે વેંકૈયા નાયડુ તેમના વિદ્યાર્થીકાળથી જ સંકળાયેલા હતા. એમ કહેતાં ગૃહમંત્રીએ કલમ 370ને નિષ્પ્રભાવી કરવાની પ્રક્રિયાને સૂચારુંરૂપે હાથ ધરવા બદલ તેમનો આભાર માન્યો હતો. ઉપરાષ્ટ્રપતિ પદે રહેતા વેંકૈયા નાયડુએ કરેલા 370 જાહેર સંવાદને પુસ્તકમાં સમાવી લેવામાં આવ્યા છે. માહિતી અને પ્રાસરણ મંત્રાલય દ્વારા આયોજિત સમારંભમાં મંત્રી પ્રકાશ જાવડેકર અને રજનીકાંત પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રજનીકાંતે અમિત શાહ અને નરેન્દ્ર મોદીની જોડીન કૃષ્ણ અર્જૂનની જોડી ગણાવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply