Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે અનંતનાગમાં સ્થાનિક નેતાઓ અને વેપારીઓ સાથે કરી વાતચીત 

Live TV

X
  • રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે અનંતનાગના સ્થાનિકોને મળીને કેન્દ્ર સરકાર તેમની ભલાઈ માટે કામ કરી રહી હોવાનો વિશ્વાસ અપાવ્યો

    રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે દક્ષિણ કાશ્મીરના અનંતનાગની મુલાકાત કરી હતી અને ઈદના અનુસંધાનમાં સ્થાનિક નેતાઓ અને વેપારીઓ સાથે વાતચીત કરી હતી. અનુચ્છેદ 370 નિષ્પ્રભાવી થયા પછી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સતત જમ્મુ - કાશ્મીર પર નજર રાખી રહ્યા છે. તેઓ સ્થાનિકોને મળીને વિશ્વાસ અપાવી રહ્યા છે કે, કેન્દ્ર સરકાર તેમની ભલાઈ માટે કામ કરી રહી છે. અનંતનાગના સ્થાનિકોને મળીને તેમણે લોકોને વિશ્વાસ અપાવ્યો કે જમ્મુ - કાશ્મીરમાં તેમનું ભાવિ ઉજ્જવળ છે. અનુચ્છેદ 370 નાબુદ થતા જમ્મુ - કાશ્મીરમાં સામાન્ય પરિસ્થિતિ છે. કાલથી તમામ શાળા કોલેજો અને બજારો ખુલ્લી ગયાં હતા. ઈદના કારણે એટીએમ અને બજારોમાં ભીડ જોવા મળી રહી છે. કાશ્મીરના બશીર અહમદ ખાન ડિવિઝન કમિશનરે જણાવ્યું હતું કે, કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply