Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક અને કેરળમાં મેઘતાંડવ

Live TV

X
  • મહારાષ્ટ્રમાં 27નાં મોત, 50 હજારથી વધુ લોકો ફસાયા: બચાવકાર્ય યુદ્ધના ધોરણે ચાલુ

    મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ કોલ્હાપુર,સાંગલી,સોલાપુર, સતારા, અને પુનામાં થયો હતો. દક્ષિણ મહારાષ્ટ્રના 5 જિલ્લામાં ભારે વરસાદથી દરેક જગ્યાએ પુરનું વિકરાળ રૂપ જોવા મળ્યું છે. અત્યાર સુધીમાં 2 લાખથી વધું લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. રાજયમાં વરસાદથી 27 લોકોના મોત થયા છે. કોલ્હાપુર, સતારા અને અકોલામાં જળપ્રલય જેવી હાલત ઉભી થઈ છે. કોલ્હાપુરમાં પંચગંગા નદીમાં આવેલ તોફાન બાદ પરિસ્થિતિ કાબૂમાં છે. 50 હજારથી વધું લોકો પુરમાં ફસાયા છે. બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. NDRF ,SDRF, સેના ,નૌસેના, સહિત વહીવટીતંત્ર, પુર પીડીતોની મદદ કરી રહ્યા છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી હાલ ખરાબ છે. ઘણા જિલ્લામાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. હવામાન વિભાગે મધ્યપ્રદેશના 21 જિલ્લામાં આગામી 48 કલાક દરમિયાન ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ ઈસ્યું કર્યું છે. નર્મદા નદીનું જળસ્તર ઝડપથી વધ્યું છે. રક્ષણની દ્રષ્ટ્રીએ નર્મદા કિનારે વસવાટ કરતા વિસ્તારોમાં NDRF ,SDRF, અને વહીવટીતંત્ર તૈનાત છે. કેરળમાં ભારે વરસાદ -ભુસ્ખલનથી જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે કેરળના 9 જિલ્લા માટે રેડ એલર્ટ ઈસ્યું કર્યું છે. રાજ્યમાં 315 રાહત શિબિર ઉભી કરાઈ છે. જેમાં 22 હજાર લોકો આશ્રય લઈ રહ્યા છે. રાજ્યભરમાં મૃતકોની સંખ્યા 22 થઈ છે. વાયનાડમાં ભુસ્ખલન થી લોકો સૌથી વધું પ્રભાવિત થયા છે. વાયનાડમાં NDRF એ 60 લોકોને બચાવ્યા છે. કર્ણાટકમાં 42 હજારથી વધુ લોકોને પુર પ્રભાવિત વિસ્તારોમાંથી સુરક્ષીત બહાર કઢાયા છે. આ ઉપરાંત 17 હજારથી વધુ લોકો રાહત શિબિરમાં શરણ લીધું છે. કર્ણાટકમાં બેલગાવી, હુબલી,મૈસુર, કોદાગુ અને bagalkut મા પુરથી લોકો પરેશાન છે. દક્ષિણ પશ્ચિમ -પશ્ચિમ રેલ્વેએ બચાવ અને રાહત કાર્યમાં યોગદાન આપી પુર પ્રભાવિત વિસ્થાપિતો માટે રેલ્વે સ્ટેશનો ખોલ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply