સોનિયા ગાંધી બન્યા કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ
Live TV
-
કોંગ્રેસ કારોબારી બેઠકમાં નિર્ણય લેવાયો
કોંગ્રેસે કારોબારી બેઠકમાં ગઈકાલે સોનિયા ગાંધીને પક્ષના વચગાળાના અધ્યક્ષપદે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદ અને હરિશ રાવતે બેઠક પૂરી થયા પછી જણાવ્યું હતું કે, સોનિયા ગાંધીને વચગાળાના અધ્યક્ષ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. સમિતિએ રાહુલ ગાંધીએ અધ્યક્ષપદેથી આપેલું રાજીનામાનો પણ સ્વીકાર કર્યો હતો. બેઠકના અંગે કોંગ્રેસ મહામંત્રી વેણુગોપાલ અને પક્ષના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ કારોબારીની બીજી બેઠકમાં સહસંમતિથી 3 દરખાસ્ત પસાર કરવામાં આવી હતી.
