કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રના બે દિવસના પ્રવાસે
Live TV
-
કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજથી મહારાષ્ટ્રના બે દિવસના પ્રવાસે છે. આ દરમિયાન તે અહમદનગરમાં સહકાર પરિષદ સંમેલનમાં ભાગ લેશે. આ ઉપરાંત કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ શિરડી મંદિરમાં દર્શન કરશે. યાત્રા દરમિયાન પૂણેમાં ડો. વિઠ્ઠલરાવ વિખે પાટિલ સાહિત્ય પુરસ્કાર વિતરણમાં ભાગ લેશે. આ સાથે જ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ મુંબઇમાં ભારતીય કંપની સચિવ સંસ્થાન એટલે કે ICSI ના રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં પણ સામેલ થશે. આ સિવાય આવતીકાલે કેન્દ્રિય મંત્રી પૂણેમાં કેન્દ્રિય ફોરેન્સિક વિજ્ઞાન પ્રયોગશાળાના નવા ભવનનુ ઉદ્દઘાટન કરશે.
