કોરોનાના 24 કલાકમાં 7,145 નવા કેસ નોંધાયા, 8,706 દર્દી સાજા થયા
Live TV
-
દેશભરમાં 24 કલાકમાં કોરોનાના 7,145 નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં દેશમાં 8,706 દર્દી કોરોનાથી સાજા થયા છે અને 24 કલાકમાં કોરોનાથી 289 લોકોના મૃત્યુ થયા છે. અત્યાર સુધી કોરોનાથી કુલ 3,41,71,471 લોકો સ્વસ્થ થયા છે અને હાલ દેશભરમાં સક્રિય કેસની સંખ્યા 84,565 છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,45,402 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના કુલ 66,28,97,388 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના રસીના 62,06,244 ડોઝ આપવામાં આવ્યા છે અને દેશમાં અત્યાર સુધી કુલ 1,36,66,05,173 વૅક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.
