Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી ઉત્તરપ્રદેશ શાહજહાપુરમાં ગંગા એક્સપ્રેસ વે નો કરશે શિલાન્યાસ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશમાં શાહજહાપુરમાં ગંગા એક્સપ્રેસ વે નો શિલાન્યાસ કરશે. 594 કિલોમીટર લાંબો આ એક્સપ્રેસ વે 36 હજાર 200 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામશે. નિર્માણ પૂર્ણ થયા બાદ આ રાજ્યના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડનાર ઉત્તરપ્રદેશનો સૌથી લાંબો એક્સપ્રેસ વે બનશે. એક્સપ્રેસ વેથી ઔધોગિક વિકાસ, વેપાર, કૃષિ, પ્રવાસન વગેરે ક્ષેત્રોને પ્રોત્સાહન મળશે. આ એક્સપ્રેસ વે પર શાહજહાપુરમાં 3.5 કિલોમીટર લાંબી હવાઇપટ્ટીનુ નિર્માણ કરવામાં આવશે. જે વાયુસેનાના વિમાનોને ઇમરજન્સી ઉડાન ભરવા અને ઉતરવામાં મદદરૂપ બનશે. ગંગા એક્સપ્રેસ વે નો ઉદ્દેશ દેશના વિવિધ વિસ્તારમાં માર્ગ પરિવહનના સમયમાં ઘટાડો કરવાનો છે. ઉત્તરપ્રદેશ સરકાર આ મહત્વની પરિયોજના પર સતત કામ કરી રહી છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી શાહજહાપુરમાં એક જનસભાને સંબોધિત કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply