Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રિય મંત્રી અરુણ જેટલીએ સાતમાં ગઠબંધન પર કર્યા આકરા પ્રહારો

Live TV

X
  • કેન્દ્રિય મંત્રી અરુણ જેટલીએ પોતાના બ્લોગના ભાગ સાતમાં ગઠબંધન પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે વિપક્ષનું આ મહાગઠબંધન મહા મીલાવટ સમાન છે. વધુમાં તેમણે કહ્યું કે નેતૃત્વના મુદ્દે મહાગઠબંધનમાં રસાકસી છે. તેમણે જણાવ્યું હતું કે એ વાતમાં કોઈ બે મત નથી કે ભવિષ્યમાં આ રાજકિય મેળાવડો રાજકિય અસ્થિરતા પેદા કરશે. આ પ્રકારના ગઠબંધનનું આયુષ્ય લાંબુ નથી હોતું. મહાગઠબંધન પાસે કોઈ સકારાત્મક વિચાર કે નીતિ નથી. અને આ તમામ લોકો નકારાત્મકના ઘોડા પર સવાર છે. આમાંથી અમુક પક્ષો તો વંશવાદને પોસે છે. અરૂણ જેટલીએ વધુમાં ઉમેર્યું હતું કે મહાગઠબંધનમાં મુખ્ય નેતાઓ પર અનેક ભ્રષ્ટાચારના આરોપ લાગેલા છે. આથી ભારતના લોકોએ નિર્ણય કરવાનો રહેશે કે તેઓને છ મહિના વાળી સરકાર જોઈએ છે કે પાંચ વર્ષ ચાલે તેવી સરકાર જોઈએ છે. આ સાથે અરુણ જેટલીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી ચૂંટણીમાં લોકો પોતાની સુઝબુઝથી નિર્ણય લેશે અને પ્રબળ નેતુત્વને પસંદ કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply