કેન્દ્રીયમંત્રી નરેન્દ્રસિંહ તોમરે ઔપચારિક રીતે સરસ મેળાનું ઉદઘાટન કર્યું
Live TV
-
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ પ્રધાન નરેન્દ્રસિંહ તોમારે આજે દિલ્હીમાં ચાલી રહેલા 39 મા ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં સરસ મેળાનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ પણ ઉપસ્થિત રહ્યા હતા.
દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ચાલી રહેલા 39મા ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનું વિધિવત ઉદ્દઘાટન કેન્દ્રીય ગ્રામ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમર દ્વારા કરાયું હતું. તેમની સાથે ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ પણ હતા. સરસમેળામાં દેશભરના મહિલા ઉદ્યમીઓને સંબોધન કરતાં ગ્રામીણ વિકાસમંત્રી નરેન્દ્રસિંહ તોમરએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે બાબતો પર ભાર મૂકે છે, એક બહેનોનું સશક્તિકરણ અને બીજું ગરીબી મુક્ત ભારત. તેમણે કહ્યું કે, આજે સાત કરોડ બહેનો સ્વ-સહાય જૂથમાં જોડાઈ છે અને મંત્રાલય આ સંખ્યા દસ કરોડ થવા માટે કામ કરી રહ્યું છે.
આ પ્રસંગે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ સરસ મેળામાં મુલાકાત લેતા તમામ મુલાકાતીઓ અને દિલ્હીવાસીઓને સરસ મેળામાં ખરીદી કરવાની અપીલ કરી હતી. સરસ મેળામાં 24 રાજ્યોના 128 સ્ટોલ લગાવવામાં આવ્યા છે. આમાં આંધ્રપ્રદેશની મહિલાઓ દ્વારા ખાસ તૈયાર કરાયેલી આકર્ષક પેઇન્ટિંગ માટીની બોટલો આકર્ષિત કરી રહી છે, તો ક્યાંક સિક્કિમનો ઓર્ગેનિક આદુ લોકોને આકર્ષિત કરી રહ્યો છે, અને ક્યાંક છત્તીસગઢની ધોકરા આર્ટ પોતાની છાપ છોડી રહી છે
