Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ઔષધિય નિયામકે સિરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાને ફટકારી નોટિસ

Live TV

X
  • ફાર્મા કંપની એસ્ટ્રો ઝેનિકા દ્વારા ઓક્સફોર્ડ કોવિડ 19 વેક્સિનનું અન્ય દેશોમાં પરિક્ષણ બંધ કરવાની આપી ન હતી સુચના

    કેન્દ્રીય ઔષધ નિયામક ડી.જી.સી.આઇ.એ ફાર્મા કંપની એસ્ટ્રાજેનિકા દ્વારા ઓક્સફર્ડ કોવિડ-19 રસીના અન્ય દેશોમાં થઇ રહેલા નિદાન પરિક્ષણ બંધ કર્યા અંગે અને રસીના ગંભીર પ્રતિકુળ પ્રભાવો અંગેના અહેવાલો અંગેની માહિતી પુરી ના પાડવા બદલ સીરમ ઇનસ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાને કારણ દર્શક નોટિસ આપી છે. એક અહેવાલ મુજબ, બ્રિટનમાં રસી પરિક્ષણ દરમિયાન એક વ્યક્તિ પર પ્રતિકુળ અસર જોવા મળતાં કોવિડ -19ની રસીનું પરિક્ષણ અટકાવી દેવામાં આવ્યું છે.

    ઓક્સફર્ડ વિશ્વ વિદ્યાલય દ્વારા આ રસી વિકસાવાઇ રહી છે. ભારતના ઔષધી મહાનિયંત્રક ડી.જી.સોમાણીએ કારણ દર્શક નોટિસમાં સીરમ ઇનસ્ટીટ્યુટને પુછ્યું છે કે દર્દીની સુરક્ષાની ગેરંટી પ્રસ્થાપિત ના થાય ત્યાં સુધી દેશમાં રસીના બીજા અને ત્રીજા તબક્કાના પરિક્ષણ માટે આપવામાં આવેલી મંજૂરી સ્થગિત શા માટે ના રાખવામાં આવે. મહાનિયંત્રકે કારણ દર્શક નોટિસમાં જણાવ્યા મુજબ સીરમ ઇનસ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે લાયસન્સ આપનારા સત્તાવાળાઓને હજી તે બાબતે વાકેફ નથી કર્યા કે એસ્ટ્રાજનિકા દ્વારા અન્ય દેશોમાં રસી પરિક્ષણ કામગીરી અટકાવી દીધી છે.

    કંપનીએ દર્દીઓ પરની રસીની પ્રતિકુળ અસરો અંગે પણ કોઇ અહેવાલ સોંપ્યો નથી. આ નોટિસના સંદર્ભમાં સીરમ ઇનસ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે કંપની ડીસીજીઆઇની ગાઇડલાઇન મુજબ કામ કરી રહી છે. કંપનીને હજી પરિક્ષણ રોકવા કહેવામાં નથી આવ્યું. ડીજીસીઆઇને દર્દીઓની સુરક્ષા સંબંધમાં કોઇપણ ચિંતા હશે તો કંપની તેમની સુચનાઓનું પાલન કરશે. નિયામકે ગયા મહિને પૂણે સ્થિત સીરમ ઇનસ્ટીટ્યુટને કોરોના વાયરસ રસીના બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણો માટે મંજૂરી આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply