કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં જામનગર આયુર્વેદ સંસ્થાનને રાષ્ટ્રીય મહત્વ આપવાનો લેવાયો નિર્ણય
Live TV
-
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળની બેઠક મળી હતી. બેઠકમાં પૂર્વોત્તર રાજ્યોને માટે ગેસ ગ્રીડની સ્થાપનાને મંજુરી આપી દેવામાં આવી છે.
પત્રકાર પરિષદને સંબોધતાં કેન્દ્રિય સૂચના અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે મંત્રીમંડળે જામનગરમાં આયુર્વેદ સંસ્થાનને રાષ્ટ્રીય મહત્વના સંસ્થાનનો દરજ્જો આપવાનો પણ નિર્ણય લીધો છે. આ ઉપરાંત નીલાંચલ સ્ટીલમાં સરકારે 100 ટકા ભાગીદારી વેચવાનો સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે.
