શ્રીલંકાના વિદેશમંત્રી દિનેશ ગુનાવર્દના બે દિવસની ભારતની મુલાકાતે
Live TV
-
શ્રીલંકાના વિદેશમંત્રી દિનેશ ગુનાવર્દના બે દિવસની ભારતની યાત્રા માટે આજે સાંજે દિલ્હી પહોંચશે. નવેમ્બરમાં શ્રીલંકામાં નવી સરકાર બન્યા બાદના વિદેશમંત્રીની આ પહેલી ભારત યાત્રા છે.
શ્રીલંકાના વિદેશમંત્રી સાથે ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવી રહ્યું છે. શ્રીલંકાના વિદેશમંત્રી દિનેશ ગુનાવર્દના ભારતના વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર સાથે વાર્તાલાપ કરશે. આ વાતચીતમાં પરસ્પર હિતના મુદ્દા, આર્થિક પરિયોજના અને ભારતીય કંપનીઓ દ્વારા રોકાણ જેવા વિષયો પર ચર્ચા થશે.
