કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાત અને મહારાષ્ટ્રના CM સાથે વીડિયો કોન્ફરન્સિંગથી વાવાઝોડા અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજી
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તેમજ દીવ-દમણ અને દાદરા-નગર હવેલીના પ્રશાસકો સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી બેઠકમાં કેન્દ્રીય ગુહમંત્રીએ “તાઉતે” વાવાઝોડાના તોળાઇ રહેલા સંકટના કારણે ઉભી થનારી પરિસ્થિતિનો સામનો કરવા માટે , કરવામાં આવેલી પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી..તેમજ જિલ્લા કલેક્ટરોને તમામ કોવિડ હોસ્પિટલો, લેબોરેટરીઓ, રસી Cold Chain, અને અન્ય તબીબી સુવિધાઓમાં પૂરતા પ્રમાણમાં Power Back-up રાખવા માટે નિર્દેશો આપ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ બેઠક દરમિયાન ઉપસ્થિત અધિકારીઓને આવશ્યક હોય તેવી દરેક દવાઓ, અને હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવતા અન્ય પુરવઠાઓનો પુરતો જથ્થો, સુનિશ્ચિત કરવાની પણ સલાહ આપી હતી. તેમજ કોરોનાગ્રસ્ત ર્દીઓના સ્થળાંતરણ માટે જોગવાઇ કરવા પણ કહ્યું હતું. સાથે કેન્દ્રીય ગૃહમંત્રીએ ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ્સની બાજુમાં અસ્થાયીરૂપે ઉભી કરવામાં આવેલી હોસ્પિટલોની સલામતી અને જો જરૂર પડે તો ત્યાંથી દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં ખસેડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પણ તેમણે નિર્દેશો આપ્યા હતા.
