દેશમાં રોજના કુલ કોરોના કેસમાં ઘટાડોઃ છેલ્લા 24 કલાકમાં નવા 2,63,533 કેસ નોંધાયા
Live TV
-
ભારતમાં કોરોનાની બીજી લહેરની પીક આવ્યા બાદ હવે કોરોના કેસ ઘટી રહ્યા છે. આ સાથે રોજના સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.
ભારતમાં કોરોનાની બીજી લહેરની પીક આવ્યા બાદ હવે કોરોના કેસ ઘટી રહ્યા છે. આ સાથે રોજના સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 2,63,533 કેસ નોંધાયા છે જ્યારે 24 કલાકમાં સાજા થયેલા દર્દી 4,22,436 પર પહોંચ્યા છે. આ સાથે હાલમાં દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યા ઘટીને 33,53,765 પર પહોંચી છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી મૃત્યુ 4,329 થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાથી કુલ 2,15,96,512 દર્દીઓ સાજા થયા છે. હાલ દેશમાં કોરોનાથી થયેલ કુલ મૃત્યુનો આંકડો 2,78,719 પર પહોંચ્યો છે.