I.N.S. કોચી-I.N.S. કોલકતાઃ મુંબઇ દરિયામાં બાર્જ પી-305માં ફસાયેલા કર્મચારીઓનો બચાવ
Live TV
-
I.N.S. કોચી અને I.N.S. કોલકતા દ્વારા આખી રાત મુંબઇ નજીકના દરિયામાં બોમ્બે હાઇની બાર્જ પી-305 ખાતે ફસાઇ ગયેલા કર્મચારીઓને ઉગારી લેવા પ્રયાસ થતા રહ્યાં હતા. નૌકાદળ દ્વારા હાથ ધરવામાં આવેલી બચાવ કામગીરીને પગલે સવારે 11 વાગ્યા સુધીમાં 177 લોકોને મધદરિયે આવેલી ઓ.એન.જી.સી.ની કન્સ્ટ્રકશન સાઇટ ખાતેથી બચાવી લેવામાં આવ્યા હતા. ઓએનજીસી બાર્જ પી 305 ખાતે કુલ 273 લોકો હતા. આ બચાવ કામગીરીમાં હેલિકોપ્ટર્સનો પણ ઉપયોગ થયો હતો. સાંજ સુધી આ બચાવ કામગીરી ચાલુ રહી હતી. અને નૌકાદળના વિશેષ પ્રયાસથી વાવાઝોડામાં ફસાઇ ગયેલા તમામને બચાવી લેવામાં આવ્યા હતા.
