ભારતઃ 24 કલાકમાં 2.67 લાખ કેસ નોંધાયા, 4529 દર્દીઓના મોત
Live TV
-
ભારતમાં કોરોનાની બીજી લહેરની પીક આવ્યા બાદ હવે કોરોના કેસ ઘટી રહ્યા છે. આ સાથે રોજના સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.
ભારતમાં કોરોનાની બીજી લહેરની પીક આવ્યા બાદ હવે કોરોના કેસ ઘટી રહ્યા છે. આ સાથે રોજના સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 2,67,334 કેસ નોંધાયા છે જ્યારે 24 કલાકમાં સાજા થયેલા દર્દી 3,89,851 પર પહોંચ્યા છે. આ સાથે હાલમાં દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યા ઘટીને 32,26,719 પર પહોંચી છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી મૃત્યુ 4529 થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાથી કુલ 2,19,86,363 દર્દીઓ સાજા થયા છે. હાલ દેશમાં કોરોનાથી થયેલ કુલ મૃત્યુનો આંકડો 2,83,248 પર પહોંચ્યો છે.