કેન્દ્રીય ગૃહમંત્રી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ અલીગઢમાં 'હિન્દુ ગૌરવ દિન' કાર્યક્રમમાં લીધો ભાગ
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અલીગઢમાં 'હિન્દુ ગૌરવ દિન' કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહની બીજી પુણ્યતિથી નિમિત્તે શ્રધ્ધાજંલિ આપી હતી. બંન્ને નાયબ મુખ્યમંત્રીઓ- કેશવપ્રસાદ મૌર્ય અને વ્રજેશ પાઠક, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ, રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને ઉત્તરપ્રદેશ ભાજપ અધ્યક્ષ ભૂપેન્દ્રસિંહ ચૌધરી તેમજ કેટલાક અન્ય મંત્રીઓએ પણ સમારોહમાં સામેલ થઇને કલ્યાણસિંહને શ્રધ્ધાજંલિ આપી હતી.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, કલ્યાણસિંહજીએ ઉત્તરપ્રદેશમાં ભયમુક્ત અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનની શરૂઆત કરી. તેમણે કહ્યું કે, કલ્યાણસિંહના ત્રણ લક્ષઅયાંક હતા, શ્રી રામ જન્મભૂમિ આંદોલન તેજ કરવું, ગરીબ કલ્યાણ અને સામાજીક સમરસતા કેળવવી. અમિત શાહે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કલ્યાણસિંહના આદર્શોનું પાલન કરી રહી છે. તેમણે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને બધી 80 બેઠકો જીતવામાં મદદ કરવાનો આગ્રહ કર્યો હતો.
મુખ્યમંત્રી આદિત્યનાથે કહ્યું કે, જે કામ માટે 1992માં કલ્યાણસિંહે સત્તા છોડી હતી તે કામ પુરું થઇ રહ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં પહેલા કેન્સર સંસ્થાનનું નામ બાબુજી કલ્યાણસિંહની નામ પર રાખવામાં આવશે.