પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકા જવા રવાના
Live TV
-
પ્રધાનમંત્રી 24 ઓગસ્ટે બ્રિક્સ-આફ્રિકા સંપર્ક અને બ્રિક્સ પ્લસ વાટાઘાટોમાં ભાગ લેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોહાનિસબર્ગમાં આયોજિત બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકા જવા રવાના. પ્રધાનંત્રી જોહાનિસબર્ગમાં 15મા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે. આ સંમેલન આજથી શરૂ થશે અને 24 ઓગસ્ટ સુધી ચાલશે. પ્રધાનમંત્રી આજે સાંજે બ્રિક્સ નેતાઓની બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં વૈશ્વિક ઘટનાઓ વિશે ચર્ચા થાય તેવી ધારણા છે. પ્રધાનમંત્રી બુધવારે બ્રિક્સ સંમેલનમાં ભાગ લેશે. એ સંમેલનમાં બ્રિક્સ દેશો વચ્ચે પરસ્પર સહકાર, બહુપક્ષીય પ્રણાલીમાં સુધારા અને ત્રાસવાદ જેવા મુદ્દાઓ વિશે મુખ્યત્વે ચર્ચા થશે. પ્રધાનમંત્રી 24 ઓગસ્ટે બ્રિક્સ-આફ્રિકા સંપર્ક અને બ્રિક્સ પ્લસ વાટાઘાટોમાં ભાગ લેશે.
દક્ષિણ આફ્રિકા, બ્રિક્સ સંગઠનના હાલના અધ્યક્ષપદે છે. વર્ષ 2019 પછી બ્રિક્સ સંમેલન પહેલી વાર મળી રહ્યું છે. 15મી બ્રિક્સ સંમેલનમાં ભારતનું વેપારી પ્રતિનિધિમંડળ પણ ભાગ લઇ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 ઓગસ્ટે ગ્રીસ જવા રવાના થશે. અગાઉ વર્ષ 1983માં ભારતના પ્રધાનમંત્રીએ ગ્રીસની યાત્રા કરી હતી. ગ્રીસ ભારતનું મહત્ત્વપૂર્ણ યૂરોપીય ભાગીદાર છે. ભારત અને ગ્રીસ આધુનિક લોકતંત્ર છે. આ બંને દેશો વચ્ચે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધ પણ છે.