ચંદ્રયાન-2ના ઓર્બિટર અને ચંદ્રયાન-3ના લેન્ડર મોડ્યુલ વિક્રમ વચ્ચે સંચાર સ્થાપિત, 23 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરશે ચંદ્રયાન-3
Live TV
-
ચંદ્રયાન-2નું ઓર્બિટર જુલાઈ 2019માં અંતરિક્ષમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું.
ચંદ્રયાન-2ના ઓર્બિટર અને ચંદ્રયાન-3ના લેન્ડર મોડ્યુલ વિક્રમ વચ્ચે સંચાર સ્થાપિત થઈ ગયો છે. લેન્ડર વિક્રમ 23 ઓગસ્ટના રોજ સાંજે 06:04 વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે ઉતરશે. ચંદ્રયાન-2નું ઓર્બિટર જુલાઈ 2019માં અંતરિક્ષમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું, જે ચંદ્રની ચારે તરફ ચક્કર લગાવી રહ્યું છે.
અમેરિકા, રશિયા અને ચીન બાદ આ સિદ્ધિ મેળવનાર ભારત વિશ્વનો ચોથો દેશ હશે, પરંતુ ભારત દુનિયાનો એકમાત્ર એવો દેશ હશે જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. ચંદ્રયાન-3 મિશનનો મુખ્ય ઉદ્દેશ ત્રણ સ્તરમાં છે, (એ) ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને સોફ્ટ લેન્ડિંગનું પ્રદર્શન કરવાનો છે. (બી) રોવરને ચંદ્ર પર ફરતા દર્શાવવા માટે, અને (સી) ઇન-સીટુ વૈજ્ઞાનિક પ્રયોગો કરવા માટે. 14 જુલાઈ 2023ના રોજ જીએસએલવી માર્ક 3 (એલવીએમ 3) હેવી-લિફ્ટ લોન્ચ વ્હીકલ દ્વારા ચંદ્રયાન-3 મિશન આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે 2:35 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું.