કેન્દ્રીય પરિવહન માર્ગ અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી ભારત ન્યુ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ લોંચ કરશે
Live TV
-
ભારતમાં 3.5 ટનથી વધુ વાહન ધરાવતા મોટર વાહનોના સુરક્ષા માપદંડમાં વધારો કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય પરિવહન માર્ગ અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી આજે ભારત ન્યુ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ એનકેપ લોંચ કરશે. જેનો હેતુ કારગ્રાહકોને એક એવુ ઉપકરણ ઉપલબ્ધ કરાવવાનો છે, જે બજારમાં મળી રહેલી ગાડીઓમાં માર્ગ અકસ્માતની ઘટના અને સુરક્ષાનું મુલ્યાકંન કરી શકે. આ સાથે ભારત કાર ક્રેસ સેફ્ટી પ્રોગ્રામ લાવનાર પાંચમો દેશ બનશે. કાર ક્રેસ ટેસ્ટ કરવા હવે ભારતને વિદેશની સંસ્થાઓ પર નિર્ભર રહેવું નહી પડે. સેફ્ટી રેટિંગ પ્રોગ્રામ પછી ગાડીઓના સેફ્ટી સ્ટાન્ડર્ડ અને ગુણવતામાં કંપનીઓ દ્વારા કારમાં સુધારો કરાશે. જેમાં બાળકો સાથે ચાઇલ્ડ સેફ્ટીનો પણ સમાવેશ થાય છે.
કેન્દ્રીય પરિવહન માર્ગ અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું છે કે, ‘રોડ સુરક્ષામાં સુધારા માટે સરકારની પ્રતિબદ્ધતાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. જેથી ભારતમાં 3.5 ટનથી વધુ વાહન ધરાવતા મોટર વાહનોના સુરક્ષા માપદંડમાં વધારો કરવામાં આવ્યો છે.’