કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જનગણના ભવનની બિલ્ડીંગનું કર્યું શિલાન્યાસ
Live TV
-
વર્ષ 2021ની વસતી ગણતરી દરમિયાન મોબાઇલ એપનો ઉપયોગ કરાશે. તેમજ પ્રથમ વખત સરકાર રાષ્ટ્રીય વસતિ ગણતરી રજીસ્ટ્રર એનપીઆર તૈયાર કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે નવી દિલ્હીમાં જનગણના ભવનની બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો હતો. આ બિલ્ડિંગ સમગ્ર રીતે પર્યાવરણને અનુકૂળ રહેશે. આ તકે અમિત શાહે કહ્યું કે ભારતમાં હરિયાળી ઈમારતની અવધારણાને અપનાવવાની જરુરિયાત છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2021ની વસતી ગણતરી દરમિયાન મોબાઇલ એપનો ઉપયોગ કરાશે. તેમજ પ્રથમ વખત સરકાર રાષ્ટ્રીય વસતિ ગણતરી રજીસ્ટ્રર એનપીઆર તૈયાર કરશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પેન અને પેપરથી શરૂ થયેલી આ યોજના હવે ડિજીટલ બનશે.
44 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ સાત માળની ઇમારતનું બાંધકામ વર્ષ 2021માં પૂર્ણ થઈ જશે. સૌથી પહેલા વસતી ગણતરી 1865માં કરવામાં આવી અને હવે 16મી વસતી ગણતરી થવા જઈ રહી છે. આ વખતે અનેક બદલાવ અને નવી પદ્ધતિ સાથે જનગણનાને ડિજિટલ કરવામાં આવી રહી છે. સરકાર નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર અને વસતી ગણતરી પર 12 હજાર કરોડ રુપિયા ખર્ચવા જઈ રહી છે.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે 20121માં થનારી વસતી ગણતરીમાં મોબાઈલ એપ્લિકેશનનો પણ ઉપયોગ થશે. આ સાથે જ જનગણનાનો ડિજિટલ ડેટા થવાથી અનેક પ્રકારના વિશ્લેષણ માટે તેનો ઉપયોગ કરી શકાશે.