Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય નાણામંત્રીએ ફેસબુક બ્લોગના માધ્યમથી યૂપીએ સરકાર પર કર્યા પ્રહાર

Live TV

X
  • કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ ફેસબુક બ્લોગના માધ્યમથી , પૂર્વની UPA સરકાર પર આકરા પ્રહાર કર્યા

    કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ ફેસબુક બ્લોગના માધ્યમથી , પૂર્વની UPA સરકાર પર આકરા પ્રહાર કર્યા. નાણામંત્રી જેટલીએ કહ્યું , કે કોંગ્રેસના નેતૃત્વવાળી UPA સરકારના શાસનકાળમાં , દ્વેષ ભાવના રાખીને , હિન્દુ આતંકવાદની ખોટી કહાની ઉપજાવી કાઢવામાં આવી હતી. જેટલીએ પોતાના બ્લોગમાં કહ્યું , કે હિન્દુ આતંકવાદના સિદ્ધાંતનો , UPA એ ખોટી રીતે ઉપયોગ કર્યો. પરંતુ બુધવારે કોર્ટના ચુકાદાએ , આ મામલે તમામ સત્ય સામે લાવી દીધું. દેશની અંદર બહૂમતમાં રહેલા લોકોને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આતંક અને હિન્દુ સંસ્કૃતિ , બન્ને એક બીજાના સંપૂર્ણ રીતે વિરોધી છે. ગોધરાકાંડ પર નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું , કે 2002માં સાબરમતી એક્સપ્રેસમાં આગ લગાડવાની ઘટના , એ સામાજીક સમરસતાને બગાડવાનો એક પ્રયાસ હતો.આ ઘટનામાં સામિલ આરોપીની ઓળખ થઈ ગઈ હતી. તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી. તેમની સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. તેમાના કેટલાક દોષિતોને પહેલા સજા આપવામાં આવી. જ્યારે બુધવારે વધુ એક દોષિતને , ટ્રાયલ કોર્ટે સજા સંભળાવી. તો નીરવ મોદીને લઈ પણ , જેટલીએ વિરોધી પર વાર કરતા કહ્યું , કે નીરવ મોદીની ધરપકડથી , ફરી એક વખત ખોટું બોલનારા લોકોનો , પર્દાફાશ થઈ ગયો છે.વર્તમાન કેન્દ્ર સરકાર સામે ચલાવવામાં આવી રહેલા , ખોટા અભિયાનને પણ આડે હાથ લેતા , જેટલીએ જણાવ્યું , કે જે પણ દેશ હિતની વિરુદ્ધ કામ કરશે , તેને છોડવામાં નહીં આવે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply