દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે જૈશના આતંકીની કરી ધરપકડ
Live TV
-
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે જૈશે મોહમ્મદના આતંકવાદીની ધરપકડ કરી છે અને હાલમાં ધરપકડ કરાયેલા આતંકવાદીની પોલીસ પૂછપરછ કરી રહી છે. આ આતંકવાદીનું નામ સજ્જાદ ખાન છે, તે દિલ્હીમાં શાલ વેચનાર તરીકે નિવાસ કરી રહ્યો હતો અને પુલવામાં CRPF બસ ઉપર હુમલો થયો હતો, તે હુમલાની પૂરી જાણકારી આ આતંકવાદી સજ્જાદ પાસે હતી. તેના બે ભાઈ પણ જૈશે - મોહમ્મદ ગ્રૂપમાં સામેલ હતા. સેનાએ તેને એન્કાઉન્ટમાં ઠાર માર્યા છે. એટલે આ સજ્જાદની ધરપકડ નિશ્ચિતરૂપે મહત્વપૂર્ણ કડીના રૂપમાં સાબિત થઈ છે. આ આરોપી પુલવામાનો માસ્ટર માઈન્ડ જે માર્યો ગયો છે, તેના સંપર્કમાં હતો, તે મુદત્સરે તેને મહત્વપૂર્ણ મિશનના રૂપમાં દિલ્હી મોકલ્યો હતો. દિલ્હીના લાલકિલ્લા વિસ્તાર ખાતે શોખ વેચવાના રૂપમાં રહી રહ્યો હતો. દિલ્હી ખાતે મોટી ઘટનાને અંજાળ આપવાની ફિરાકમાં હતો, જેથી દિલ્હી પોલીસને મોદી સફળતા મળી છે.
