કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ જયપુરમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો
Live TV
-
ગૌરવ સંકલ્પ પત્રનું વિમોચન કરતા અરૂણ જેટલીએ આગામી પાંચ વર્ષમાં રાજસ્થાનમાં કયા કામો થશે તે અંગે જાણકારી આપી હતી.
રાજસ્થાનમાં યોજાનારી આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ આજે જયપુરમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. ગૌરવ સંકલ્પ પત્રનું વિમોચન કરતા અરૂણ જેટલીએ આગામી પાંચ વર્ષમાં રાજસ્થાનમાં કયા કામો થશે તે અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારને જે કંઈ પણ આવક થાય છે તેમાંથી 42 ટકાની રકમ રાજ્યોને આપવામાં આવે છે, જેથી રાજ્યો સંપૂર્ણતઃ સ્વતંત્ર રીતે વિકાસ કરી શકે. ભાજપાનું વિકાસ માટેનું કેન્દ્રનું તેમજ રાજ્યનું એક સરખું જ મોડલ છે.
