મધ્યપ્રદેશની 230 અને મિઝોરમની 40 વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ
Live TV
-
મધ્યપ્રદેશ અને મિઝોરમમાં, વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ. મધ્યપ્રદેશ વિધાનસભાની 230 બેઠકો માટે, 2 હજાર 907 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યમાં 65 હજાર 367 મતદાન કેન્દ્રોમાં મતદાન થશે. ચૂંટણી સેવા માટે પાંચ લાખ કર્મચારી તૈનાત થઈ ચૂક્યા છે. ચૂંટણી પંચે મતદાન માટે તૈયારી પૂરી કરી દીધી છે. મિઝોરમ વિધાનસભાની 40 બેઠક માટે પણ આજે મતદાન.. રાજ્યમાં 209 ઉમદેવારો મેદાનમાં છે. કોંગ્રેસ અને એમ.એન.એફ. દ્વારા તમામ 40 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા છે. ભાજપે 39 બેઠક પર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
