પંચાયત ચૂંટણી ટાણે J.K માં આતંકી હુમલો, 4 આતંકીઓ ઠાર, 1 જવાન શહિદ
Live TV
-
એક તરફ ચૂંટણીને અનુલક્ષીને મોટાભાગના જવાનો અત્યારે ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વ્યસ્ત ત્યારે આતંકીઓએ આ તકનો લાભ લઈ એક સાથે ગોળીબારો કર્યા હતા.
જમ્મુ-કાશ્મીરમાં આજે મધરાતથી એક સાથે બે સ્થળોએ આતંકવાદીઓ તથા સુરક્ષાદળના જવાનો વચ્ચે સામસામા ગોળીબારો થઈ રહ્યા છે. એક તરફ ચૂંટણીને અનુલક્ષીને મોટાભાગના જવાનો અત્યારે ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વ્યસ્ત ત્યારે આતંકીઓએ આ તકનો લાભ લઈ એક સાથે ગોળીબારો કર્યા હતા. બંને હુમલાઓમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે. જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લાના ફૂલગામમાં આતંકવાદીઓ તથા સુરક્ષાદળના જવાનો વચ્ચે અત્યારે સામસામા ગોળીબાર ચાલી રહ્યો છે. સુરક્ષાદળના જવાનોએ ચાર આતંકવાદીઓને ઘટના સ્થળે ઠાર માર્યા છે. જ્યારે એક જવાન શહિદ થયો છે. આતંકીઓએ સીઆરપીએફના કેમ્પ પર તથા વિવિધ જગ્યાઓએ ગોળીબારો કર્યા હતા.
સીઆરપીએફના જવાનોએ પણ સામા ગોળીબારો કર્યા હતા. સામસામા ગોળીબારોથી સમગ્ર વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો. બે આતંકવાદીઓના આ ગોળીબારોમાં ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે એક જવાન શહિદ થયો હતો. પુલવામા જિલ્લાના ત્રાલમાં પણ અત્યારે આતંકવાદીઓ તથા સુરક્ષાદળના જવાનો વચ્ચે અત્યારે સામસામા ગોળીબારો થઈ રહ્યા છે. બેથી ત્રણ આતંકવાદીઓ એક મકાનમાં છુપાયા હોવાની શંકા સેવાઈ રહી છે. સુરક્ષાદળના જવાનોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. નાગરિકોને ઘર બહાર ન જવાની ચેતવણી આપી છે.
