તેલંગણાની જનતાના સપનાં તોડવાનો કોઈ પક્ષને અધિકાર નહીંઃ PM મોદી
Live TV
-
પ્રધાનમંત્રી મોદીને ચૂંટણી રેલીને સંબોધતાં જણાવ્યું હતું કે, જે લોકોને વિકાસમાં વિશ્વાસ છે. ભ્રષ્ટાચાર મુક્ત ભારતમાં વિશ્વાસ છે. તે તમામ લોકો ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ રાખે છે અને ખભેથી ખભા મિલાવીને સાથ આપી રહ્યા છે.
રાજસ્થાન તથા તેલંગાણામાં પણ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર ચરમ સીમાએ પહોંચ્યો છે. પ્રધાનમંત્રી મોદીને આજે તેલંગણાના નિઝામાબાદમાં એક ચૂંટણી રેલીને સંબોધતાં જણાવ્યું હતું કે, જે લોકોને વિકાસમાં વિશ્વાસ છે. ભ્રષ્ટાચાર મુક્ત ભારતમાં વિશ્વાસ છે. તે તમામ લોકો ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ રાખે છે અને ખભેથી ખભા મિલાવીને સાથ આપી રહ્યા છે. તેલંગણાની જનતાએ જે સપનાઓ જોયા છે. તે સપનાઓ ને તોડવાનો કોઈ પણ રાજકીય પક્ષને અધિકાર નથી.
નવું તેલંગણા યુવાઓના બલિદાનથી બન્યું છે અને આ વખતની ચૂંટણીમાં જનતા એકે એક ક્ષણનો જવાબ માંગશે. બપોરે પ્રધાનમંત્રી મહેબૂબ નગરમાં ,ચૂંટણી રેલીને સંબોધિત કરશે. ભાજપા અધ્યક્ષ અમિત શાહ આજે રાજસ્થાનમાં અનેક ચૂંટણી રેલીને ,સંબોધિત કરશે. 119 સભ્યો વાળી રાજ્ય વિધાનસભા માટે સાતમી ડિસેમ્બરના રોજ મતદાન થશે. આ ચૂંટણીમાં 1821 ઉમેદવારો પોતાનું કિસ્મત અજમાવશે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે રાજસ્થાનમાં પ્રધાનમંત્રીએ ત્રણ ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું. ભીલવાડા, ડુંગરપુર તથા કોટામાં પ્રધાનમંત્રીએ નાગરિકોને ભાજપાને મત આપવા માટે આહ્વાન કર્યું હતું.
