Skip to main content
Settings Settings for Dark

જમ્મુ-કાશ્મીરમાં પંચાયતી ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન શરૂ

Live TV

X
  • મતદાનમાં 639 કાશ્મીર સંભાગો તથા એક હજાર 979 મતદાન કેન્દ્રો જમ્મુ ડિવિઝનનો સમાવેશ થાય છે. આ તબક્કામાં સરપંચની 339 તથા પંચની એક હજાર 749 સીટો માટે મતદાન થશે.

    જમ્મુ-કાશ્મીરમાં પંચાયતી ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન આજે બપોરે બે વાગ્યે સમાપ્ત થશે. ત્યારબાદ મતગણતરી શરૂ થશે. આ તબક્કામાં બે હજાર 618 મતદાન કેન્દ્રો પર મતદાન થઈ રહ્યું છે. આજના મતદાનમાં 639 કાશ્મીર સંભાગો તથા એક હજાર 979 મતદાન કેન્દ્રો જમ્મુ ડિવિઝનનો સમાવેશ થાય છે. આ તબક્કામાં સરપંચની 339 તથા પંચની એક હજાર 749 સીટો માટે મતદાન થશે. પાંચ હજાર ચારસોથી વધુ ઉમેદવારોએ આ ચૂંટણીમાં ભાગ લીધો છે. જોકે, અત્યાર સુધી 99 સરપંચ તથા 979 પંચ નિર્વિરોધ ચૂંટાયા છે. પંચાયત ચૂંટણીના છેલ્લા ત્રણ તબક્કામાં લગભગ 70 ટકા મતદાન થઈ ચૂક્યું છે. રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરના કહેવા મુજબ કાશ્મીર ડિવિઝનમાં 571 તથા જમ્મુ ડિવિઝનમાં 206 મતદાન કેન્દ્રોને અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. દરમિયાન મળતાં સમાચાર અનુસાર પુલવામા જિલ્લાના રેડવની વિસ્તારમાં સુરક્ષાદળના જવાનો તથા આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જોકે, આતંકીઓને સુરક્ષાદળના જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply