પ્રધાનમંત્રી મોદી તેલંગણાના નિઝામાબાદ, મહેબૂબ નગરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે
Live TV
-
રાજસ્થાન તથા તેલંગાણામાં પણ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર ચરમ સીમાએ પહોંચ્યો. જ્યારે ભાજપા અધ્યક્ષ અમિત શાહ આજે રાજસ્થાનમાં અનેક ચૂંટણી રેલીને સંબોધિત કરશે.
રાજસ્થાન તથા તેલંગાણામાં પણ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર ચરમ સીમાએ પહોંચ્યો છે. પ્રધાનમંત્રી મોદી આજે તેલંગણાના નિઝામાબાદ તથા મહેબૂબ નગરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. જ્યારે ભાજપા અધ્યક્ષ અમિત શાહ આજે રાજસ્થાનમાં અનેક ચૂંટણી રેલીને સંબોધિત કરશે. તેલંગણામાં ટીઆરએસના અધ્યક્ષ તથા કાર્યવાહી મંત્રી કે.સી.આરે કાલે કામારેડ્ડી વિસ્તારમાં સંબોધી પોતાની સરકારની ઉપલબ્ધિઓ વિશે જાણકારી આપી હતી. 119 સદસ્યો વાળી રાજ્ય વિધાનસભા માટે સાતમી ડિસેમ્બરના રોજ મતદાન થશે. આ ચૂંટણીમાં 1821 ઉમેદવારો પોતાનું કિસ્મત અજમાવશે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે રાજસ્થાનમાં પ્રધાનમંત્રીએ ત્રણ ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું.
