Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ વિપક્ષ પર શાબ્દીક હુમલો કર્યો

Live TV

X
  • ફેસબુક પોસ્ટમાં જેટલીએ લખ્યું કે, વર્તમાન રાજકીય વ્યવસ્થામાં કેટલાક લોકો વિચારે છે કે, તેઓ રાજ કરવા પેદા થયા છે. આ સાથે જેટલીએ ફરી એકવાર નોટબંધી, જીએસટી, સીબીઆઈ, આરબીઆઈ, રફાલ સોદો, સુપ્રિમ કોર્ટ અને જજ લોહીયાના મૃત્યુ અંગે વિપક્ષને આડે હાથ લઈ મુહ તોડ જવાબ આપ્યો છે.

    કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ વિપક્ષ ઉપર જોરદાર શાબ્દીક હુમલો કર્યો છે. પોતાની ફેસબુક પોસ્ટમાં જેટલીએ લખ્યું કે, વર્તમાન રાજકીય વ્યવસ્થામાં કેટલાક લોકો વિચારે છે કે, તેઓ રાજ કરવા પેદા થયા છે. આ સાથે જેટલીએ ફરી એકવાર નોટબંધી, જીએસટી, સીબીઆઈ, આરબીઆઈ, રફાલ સોદો, સુપ્રિમ કોર્ટ અને જજ લોહીયાના મૃત્યુ અંગે વિપક્ષને આડે હાથ લઈ મુહ તોડ જવાબ આપ્યો છે. જેટલીએ બ્લોકમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કઈ રીતે આ પગલાંઓથી સરકારે રાજનીતિની દિશા અને દશા બદલી છે. રફાલ મુદ્દે જેટલીએ વિપક્ષને ભીસમાં લેતા કહ્યું કે, સંસદથી સડક સુધી કોંગ્રેસે જુઠ્ઠો અને સરકારની છબી ઉપર નુકશાન પહોંચાડવા દુષપ્રચાર કર્યો છે. સંસદની દલીલોમાં હાર થઈ હોવા છતાં કોંગ્રેસનો જુઠ ફેલાવવાનો કારોબાર ચાલુ છે. તેમણે કહ્યું કે, સ્વતંત્ર અભિવ્યક્તિ અને આલોચનાનો અધિકાર લોકતંત્રનું અતી આવશ્યક અંગ છે. જોકે જુઠ ફેલાવવું અને સંસ્થાને તબાદ કરવું બિલકુલ પણ સ્વીકાર્ય નથી. જસ્ટીસ લોહયા કેસમાં નિર્ણયની ટીકા કરનાર વિપક્ષને આડે હાથ લીધું હતું. તેમણે કહ્યું હતું કે, ન્યાયાધીશનું મૃત્યુ હૃદયરોગથી થયું હતું. સાથે તેમણે કહ્યું કે, જસ્ટીસ ચંદ્રચુડની ખંડપીઠે નિર્ણય આપ્યો તો લોકોએ સોશ્યલ મીડિયા ઉપર તેની ટીકા કરી હતી. જેટલીએ કહ્યું કે, તપાસ એજન્સી ઉપર ધ્યાન આપવું સરકારનું કર્તવ્ય છે. સરકાર પોતાની જવાબદારી અને અખંડિતતાથી ચિંતિત હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply