કેન્દ્રીય મંત્રીમંડળની આજે નવી દિલ્હીમાં થશે બેઠક
Live TV
-
મંત્રી પરિષદના રાજીનામા તથા 16મી લોકસભા ભંગ કરવાનો રજૂ કરશે પ્રસ્તાવ
પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્રીય કેબિનેટની આજે નવી દિલ્હીમાં બેઠક થશે. આ બેઠકમાં 16મી લોકસભા ભંગ કરવાનો પ્રસ્તાવ કરવાશે. મંત્રીમંડળની બેઠકમાં નવી સરકારનો ગઠનનો માર્ગ પ્રસસ્ત કરવા માટે મંત્રી પરિષદના રાજીનામાં વિશે નિર્ણય કરવામાં આવશે. નવી સરકારના ગઠન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાનું અને પોતાના મંત્રી પરિષદના રાજીનામા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આપશે. ઉલ્લેખનીય છે કે, વર્તમાન લોકસભાનો કાર્યકાળ ત્રીજી જૂને સમાપ્ત થઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે સાંજે વર્તમાન કેબિનેટ સભ્યોનો ડિનર આપશે.
