PM મોદી અને અમિત શાહનું દિલ્હીના ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય સ્વાગત
Live TV
-
લોકસભા ચૂંટણીના પરિણામો હજુ આવવાના બાકી છે, હજુ મત ગણતરી થઈ રહી છે. જો કે શરૂઆતી અને સવારના 8 વાગ્યાથી ચાલી રહેલા વલણ પ્રમાણે ભાજપની બહુમતી નિશ્ચિત છે. રાજસ્થાન અને ગુજરાતમાં તો ભારતે એક પણ સીટ ગુમાવી નથી.
તો પશ્ચિમ બંગાળ અને જમ્મુ કાશ્મીરમાં પણ ભાજપ આગળ જોવા મળી રહી છે. ભાજપના સારા પ્રદર્શન બાદ સમગ્ર દેશમાં અને ખાસ કરીને ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાતના કમલમ ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી, તો દિલ્હીના ભાજપના કાર્યાલય ખાતે પણ ભવ્ય ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી છે. અમિત શાહની રેલીમાં અસંખ્ય લોકો ઉમટી પડ્યા હતા.
સાંજે 7 વાગ્યા પછી પ્રધાનમંત્રી મુખ્ય કાર્યાલય પહોંચ્યા હતા, જ્યાં કાર્યકર્તાઓએ અમિત શાહ અને પ્રધાનમંત્રી મોદીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું. સ્વાગત બાદ પ્રધાનમંત્રી મોદી કાર્યકર્તાઓને સંબોધશે.
