કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ બ્લોગ લખ્યો
Live TV
-
બ્લોગના માધ્યમથી કોંગ્રેસ પર પ્રહાર કર્યા
અરૂણ જેટલીએ તેમના બ્લોગના માધ્યમથી કોંગ્રેસની વંશવાદની રાજનીતિને આકરા શબ્દોમાં વખોડી કાઢી છે. તેમણે કોંગ્રેસ પર સીધું નિશાન તાકતા લખ્યું છે કે, શું કોંગ્રેસ માટે 2019માં વંશવાદ જરૂરી બન્યું છે. વધુમાં તેમણે લખ્યું છે કે, ભાજપમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વને લઈને સ્પષ્ટતા છે. રાષ્ટ્રીય સુરક્ષા અને વંચિતોના વિકાસ પર કેન્દ્ર સરકારનું પાંચ વર્ષ સુધી ધ્યાન કેન્દ્રિત રહ્યું છે. જ્યારે કોંગ્રેસ જુઠ્ઠાણું ચલાવી રહી છે. જો કે તેનાં પહેલાં જ ધરાશાઈ થઈ ચૂકી છે. તેમાં કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાએ પણ કઈ ખાસ નવું આપ્યું નથી. વધુમાં અરૂણ જેટલીએ બ્લોગમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં લખ્યું છે કે, કોંગ્રેસમાં યુવા નેતાને માત્રને માત્ર એક પરિવારવાદના કારણે તક આપવામાં આવતી નથી. જ્યારે ભાજપામાં દરેક કાર્યકર્તાના વિકાસ માટે સમાન તકો ઉપલબ્ધ છે. ભાજપામાં યોગ્યતાના આધાર પર હોદ્દો નક્કી થાય છે વંશવાદના કારણે નહીં.
