કેન્દ્રીય મંત્રી ડૉ.હર્ષવર્ધને રાજ્યના મંત્રીઓ, સચિવો અને મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી સમીક્ષા બેઠક
Live TV
-
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને દિલ્હીમાં રાજ્ય આરોગ્ય મંત્રી અશ્વિની ચૌબે અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સહિત રાજ્યોનાં મંત્રીઓ, અને સચિવોની સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એક સમિક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકમાં ડો. હર્ષવર્ધને દેશમાં કોવિડ-19 સામે લડવાના ઉપાયો અને પ્રગતિની સમિક્ષા કરી હતી. ડો. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, દુનિયાભરનાં અનેક દેશોની તુલનામાં , ભારતમાં મૃત્યુદર અને રિકવરી દર સારો છે.
આ ઉપરાંત આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને એ પણ આશ્વાસન આપ્યું હતું કે, ચીન સહિત વિદેશોમાંથી ખરીદેલી ખરાબ PPE કીટને પરત કરી દેવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, આ PPE કીટ માટે હજી સુધી આ કંપનીઓને ચુકવણી માટે પૈસા અપાયા નથી.
