રમઝાન માસનો પ્રારંભ,રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને PM મોદીએ પાઠવી શુભેચ્છા
Live TV
-
મુસ્લિમોના પવિત્ર એવા રમઝાન માસનો પ્રારંભ થયો છે. મુસ્લિમભાઈઓ રમઝાન માસ દરમિયાન દિવસભર રોઝા રાખીને અલ્લાહની ઈબાદત કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ સંદેશ દ્વારા દેશવાસીઓને રમઝાન માસની શુભકામના આપી હતી. પોતાના ટ્વિટ સંદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ''આપ સૌની સુરક્ષા, કલ્યાણ અને સમૃદ્ધીની પ્રાર્થના કરૂં છું.
આ પવિત્ર મહિનો દયા, સદ્ભાવ અને કરૂણા લઈને આવ્યો છે. આપણે કોવિડ-19 વિરૂદ્ધ ચાલી રહેલી લડાઈમાં એક નિર્ણાયક જીત હાંસલ કરીએ અને એક સ્વસ્થ ગ્રહનું નિર્માણ થાય''. તો ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડૂએ પણ રમઝાન માસ પર દેશવાસીઓને ટ્વિટ સંદેશ દ્વારા શુભકામના પાઠવી હતી.
પોતાના ટ્વિટ સંદેશમાં ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આ માસ આપણને ઈમાન પર મક્કમતાથી વિશ્વાસ રાખવાની પ્રેરણા આપે છે, આ માસ તમામ માટે દયા, મદદ અને કરૂણાની દુઆ કરવાનો મહિનો છે.
